Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સાળા ઉપર બનેવી દ્વારા લાકડી વડે હુમલો કરી ધમકી

જામનગરમાં સાળા ઉપર બનેવી દ્વારા લાકડી વડે હુમલો કરી ધમકી

સાળા-બનેવીની દીકરીઓ સાથે ગરબી રમવા જવાનું ન ગમ્યું : પત્ની તથા પુત્રી છ વર્ષથી રિસામણે : સાળાના ઘરે આવી બનેવીએ લાકડી વડે માર માર્યો : પતાવી દેવાની ધમકી આપી

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દીકરી સાળાની પુત્રી સાથે ગરબી રમવા જતી હોવાનું ન ગમતા બનેવીએ સાળાને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર વૃંદાવન સોસાયટી, શેરી નંબર ચારમાં રહેતાં પાલાભાઇ ઉગાભાઇ ચાવડા નામના યુવાનની બહેન છેલ્લા 6 વર્ષથી રિસામણે આવીને ભાઇની સાથે રહેતી હતી. તેમજ આ વખતે નવરાત્રિ દરમ્યાન યુવાનની દીકરીની સાથે તેમની બહેનની પુત્રી ગરબા રમવા જતી હતી. જે યુવાનના બનેવી નિલેશ કારા સાદિયા (રહે. બગવદર, જિ. પોરબંદર) ગમતું ન હતું. આ બાબતનું મનમાં રાખી ગત્ તા. 17ના રોજ બપોરના સમયે નિલેશ સાદિયાએ તેના સાળા પાલાભાઇના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની પાલાભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular