Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

નશાની ટેવના કારણે જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી : આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં યુવાનને નશાની ટેવ હોવાથી આ નશાના કારણે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સંજરી ચોકમાં રહેતાં ફારૂક રઝાકભાઇ શેખ નામના યુવાનને નશો કરવાની ટેવ હતી અને આ ટેવના કારણે ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ આબિદ શેખ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular