Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરહિન્દુ સેના દ્વારા ચલાવેલ લવ જિહાદથી સાવધાન અભિયાનને મળી સફળતા- VIDEO

હિન્દુ સેના દ્વારા ચલાવેલ લવ જિહાદથી સાવધાન અભિયાનને મળી સફળતા- VIDEO

ગુજરાત પોલીસને અભિનંદન પાઠવતી GHSI હિન્દુ સેના

ગુજરાતમાં દિવસે દિવસે લવ જીહાદના બનાવો વધવા પામ્યા છે ત્યારે હિન્દુ સેના દ્વારા નવરાત્રી દરમિયાન લવ જીહાદથી સાવધાન કરવા એક અભિયાન ચલાવાયુ હતું જે અભિયાનમાં હિન્દુ બહેંન દીકરીઓ કેવી રીતે લવ જીહાદ નો શિકાર બને છે, અને લવ જીહાદ શું છે? જાણો અને સમજો . લવ જીહાદની માહિતી દર્શાવતી કુલ ૩૦ હજારથી વધુ પત્રિકાઓ ગરબીઓમાં જઈ હિન્દુ સેના સૈનિકોએ પહોંચાડી હતી.

- Advertisement -

આમ આ અભિયાન દરમિયાન હેલ્પલાઇન નંબર પણ આ પત્રીકામાં આપેલા હતા. ગુજરાતમાંથી હેલ્પલાઇન નંબરમાં ફક્ત નવરાત્રી દરમિયાન જ કુલ 217 ફોન આવ્યા હતા. જેમાં કોઈને કોઈ રીતે આપણી બહેન દીકરીઓ વિધર્મીથી ફસાયેલી કે પરેશાનીનો ભોગ બનતી હોય, તેવી માહિતી મળતી હતી, જેમાં આપણે આ નંબરના આધારે તાત્કાલિક તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરતા હતા અને પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી થતી હતી, જેને લઇ ઘણા બધા લવ જીહાદના બનાવો બનતા અટક્યા હતા. જેમાં પોલીસ ખાતા ની 112 તેમજ નવરાત્રી દરમિયાન ઊભી કરેલી “SHE” ટીમ સતત કાર્યરત રહી હતી. જેનાથી હિંદુ સેનાના કાર્યને પણ ઘણી સરળતા રહી અને સફળતા મળી હતી. આ કાર્ય માટે હિન્દુ સેનાએ ગુજરાતમાં સૈનિકો તેમજ અલગ અલગ સ્થાનોપર જ્યાં હિન્દુ સેના અસ્તિત્વમાં છે ત્યાં ghsi ની સક્રિય કરી 4 થી 10 સૈનિકની ટીમો દ્વારા સર્વે કરી પોલીસ ખાતાને માહિતી પહોંચાડતા હતા, જેને લઇ ઘણા જેહાદી માનસિકતા ધરાવતા વિધર્મી તત્વોને સંસ્કૃતિનું ભાન કરાવ્યું હતું.

- Advertisement -

હિન્દુ સેનાના GHSI દ્વારા ગુપ્તરાહે કામગીરી ચલાવાઈ રહી હતી, તમામ કામગીરી ને ધ્યાને લઈ ગુજરાત પોલીસને હિન્દુ સેનાના GHSI એ અભિનંદન પાઠવ્યા છે. લવ જીહાદથી સાવધાન પત્રિકામાં હેલ્પલાઇન નંબર ને લઈ ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ ઉપાધ્યક્ષ વિનય શર્માને સતત રિપોર્ટિંગ થતું હતું. જે સર્વેમાં જાણવા મુજબ લવ જિહાદ થી સાવધાન અભિયાન માં બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular