Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર સ્ટેટ જીએસટી વિભાગની આવકમાં 31.32 ટકાનો વધારો

જામનગર સ્ટેટ જીએસટી વિભાગની આવકમાં 31.32 ટકાનો વધારો

ગત એપ્રિલ-સપ્ટેમ્બર 2025-26 દરમિયાન 1665.55 કરોડની આવક સામે વર્ષ 2026-27માં 2187.27 કરોડની આવક

જામનગર સ્ટેટ જીએસટી વિભાગની ગત એપ્રિલ-સપ્ટેમ્બર 2025-26 દરમિયાન 1665.55 કરોડની આવક સામે વર્ષ 2026-27માં 31.32 ટકાના વધારા સાથે 2187.27 કરોડ સુધી પહોંચી છે. સરકારી આવકની સુરક્ષા, બોગસ બીલીંગ સામે કાર્યવાહી અને કરદાતાઓના પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય પ્રયાસો કરાઇ રહ્યા છે.

- Advertisement -

આડેધડ 2300 કરોડની રકમની અપાયેલ નોટીસ અંગે આંકડાકીય વાસ્તવિકતા: થોડા માસ અગાઉ વેચાણવેરા/વેટ કાયદા હેઠળ ઉભી થયેલ વસૂલાતના કેસો પૈકી બાકી તથા અપીલ.ટ્રીબ્યુનલ. હાઇકોર્ટ કક્ષાએ પડતર કેસો તથા જી.એસ.ટી. અધિનિયમની કલમ 73, 74, 122, 129, 130 વગેરે હેઠળ ઉભી થયેલ વસૂલાતના કેસો પૈકી બાકી તથા અપીલ.ટ્રીબ્યુનલ. હાઇકોર્ટ કક્ષાએ પડતર કેસોની યાદી એક્સેલ શીટ સ્વરૂપે તમામ એસોસિએશનને મોકલવામાં આવી હતી. જેનો હેતુ કોઈ કેસમાં અપીલ કરવાની બાકી હોય અથવા કોઈ કેસ અપીલ/ટ્રીબ્યુનલ કક્ષાએ નિકાલ થયેલ હોય તો કરદાતા/એશોશીએશન કચેરીને જાણ કરે જેથી વસુલાત રેકર્ડ અધતન કરી શકાય. આ અંગે એશોશીએશન દ્વારા જ માંગણી કરવામાં આવી હતી. આ યાદીમાં યુનિટ કચેરીઓ ઉપરાંત એન્ફોર્સમેન્ટ તથા કોર્પોરેટ કચેરીઓ દ્વારા જારી કરાયેલી નોટિસો સંબંધિત કેસોનો પણ સમાવેશ થતો હતો. જ્યારે જામનગરની રાજ્ય વેરા કચેરીઓ દ્વારા વર્ષ 2020-21 માટે કલમ 74 હેઠળ જારી કરાયેલી નોટિસોમાં કર, વ્યાજ અને દંડ સહિતની રકમ આશરે રૂ. 115 કરોડ જેટલી જ છે. અપીલમાં પડતર કેસો તથા ત્યારબાદ જારી કરાયેલી નોટિસોની રકમ ધ્યાનમાં લેવામાં આવે તોપણ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ દ્વારા માધ્યમોમાં જણાવાયેલી રકમ સાથે તેનો મેળ બેસતો નથી. આમ, વિવિધ કાયદા, કલમો અને કચેરીઓ સંબંધિત આંકડાઓનું યોગ્ય પૃથક્કરણ અને વિશ્લેષણ કર્યા વિના એસોસિએશન દ્વારા માધ્યમોમાં ભ્રામક આંકડા રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાય છે. આ બાબતે સંબંધિત તમામ એસોસિએશનોને રેન્જ કચેરી ખાતેની બેઠકમાં તેઓએ માધ્યમોમાં આક્ષેપિત કરેલી આડેધડ નોટિસોની નકલો સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં, બેઠકમાં આવી એકપણ નોટિસ રજૂ કરવામાં આવી નહોતી અને ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના આક્ષેપો મુજબની નોટિસો સી.જી.એસ.ટી. વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, જામનગર સ્ટેટ GST વિભાગની આવક ગત વર્ષ Apr-Sept 2025-26ના સમયગાળામાં 1665.55 કરોડ જેટલી હતી. જે વર્ષ Apr-Sept 2026-27માં વધીને 2187.27 કરોડ જેટલી થઇ છે. જે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 31.32% જેટલો વધારો સૂચવે છે.

- Advertisement -

એમ્નેસ્ટી યોજનામાં નોંધપાત્ર સફળતા: કલમ 128એ હેઠળ પ્રાપ્ત 380 અરજીઓમાંથી 348 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. યોજનાના અમલીકરણથી આશરે ₹80.93 કરોડની વસૂલાત નોંધાઈ છે. ઉપલબ્ધ કામગીરીના આંકડા મુજબ રોકડ વસૂલાતમાં રેન્જ-24એ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

GST  અને જૂના વેરાની વસૂલાત: જામનગર સ્ટેટ GST વિભાગમાં એપ્રિલ -2026થી ઓગસ્ટ-2026ના સમયગાળામાં GST કાયદા હેઠળ ₹41.47 કરોડ અને ટઅઝ કાયદા હેઠળ ₹45.53 કરોડ, મળી કુલ ₹ 87 કરોડની વસૂલાત નોંધાઈ છે.

- Advertisement -

150થી વધુ બોગસ નોંધણીઓ રદ: જામનગર સ્ટેટ GST વિભાગમાં તા. 01-04-2025થી નાયબ રાજ્યવેરા કમિશનર એચ.આઈ.દેસાઈના કાર્યકાળમાં હાથ ધરાયેલી કામગીરીમાં બોગસ બિલિંગ અને ગેરકાયદેસર વ્યવહારો સાથે સંકળાયેલી 150થી વધુ પેઢીઓની GST નોંધણીઓ કાયદાનુસાર રદ કરવામાં આવી છે. આવી બોગસ બિલીંગ પ્રવુત્તિ અને ગેરકાયદેસર વ્યવહારો સાથે સંકળાયેલી બોગસ પેઢીઓ પૈકી કેટલીક પેઢીઓએ આવા નોંધણી નંબર રદના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે પણ જામનગર સ્ટેટ GST વિભાગના આવા આદેશોને કાયદેસર ઠેરવ્યા હતા.

જામનગર સ્ટેટ GST વિભાગમાં GSTR -1  અને GSTR 3 B Return Filling Ratio 97 થી 98 % જેટલો ઉંચો રહે છે. જે દર્શાવે છે કે Return Compliance માં સુધારો થયો છે.

રિફંડ અરજીઓનો ઝડપી નિકાલ: જામનગર સ્ટેટ GST વિભાગમાં રિફંડ અરજીઓના નિકાલનો સરેરાશ સમય માત્ર 13 દિવસ છે. ઝડપી રિફંડથી ઉદ્યોગો અને કરદાતાઓને તેમની કાર્યકારી મૂડી સમયસર પરત મળે છે, જેનાથી રોકડ પ્રવાહ સુધરે છે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વેગ મળે છે.

નોંધણીમાં સુધારા અને નોંધણી રદ કરવાની અરજીઓનો ઝડપી નિકાલ: જામનગર સ્ટેટ GST વિભાગમાં નોંધણીમાં સુધારા તથા કરદાતાની અરજીના આધારે નોંધણી રદ કરવાની અરજીઓનો સરેરાશ માત્ર 8 દિવસમાં નિકાલ કરવામાં આવે છે, જેથી કરદાતાઓને સમયસર સેવા મળે છે.

વર્ષોથી પડતર અરજીઓનો નિકાલ અને ફરિયાદ નિવારણ: જામનગર સ્ટેટ GST વિભાગમાં અનેક કરદાતાઓની વર્ષોથી પડતર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એચ. આઈ. દેસાઈની પ્રશ્નોના નિરાકરણ પ્રત્યેની સક્રિયતા અને ઝડપી નિકાલલક્ષી કાર્યશૈલી અંગે અનેક કરદાતાઓએ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે.

કરદાતા અને વેપારી સંગઠનો સાથે સંવાદ: વેપારી સંગઠનો દ્વારા રજૂ થતા પ્રશ્નો અંગે બેઠકો યોજી ચોક્કસ પ્રકરણોની વિગતો મંગાવવામાં આવે છે. રજૂ થયેલા દસ્તાવેજો અને હકીકતોના આધારે પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવે છે.

મોટા બોગસ બિલિંગ નેટવર્કની તપાસ: કામગીરીમાં ₹500 કરોડથી વધુની કથિત બોગસ ITC સાથે સંકળાયેલા વ્યવહારો તપાસના દાયરામાં આવ્યા છે. રાજ્ય સરકારને મોટી આવક થવાની સંભાવના છે.

બોગસ બિલિંગ સામે સઘન કાર્યવાહીથી કરચોરી પર અંકુશ: નાયબ રાજ્ય વેરા કમિશનર એચ. આઈ. દેસાઈએ કાર્યભાર સંભાળ્યા બાદ બોગસ બિલિંગ સામે સતત અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડક દેખરેખ અને પુરાવા આધારિત તપાસથી આવી પ્રવૃત્તિઓ આચરનારાઓમાં કાયદાકીય કાર્યવાહીનો ભય ઊભો થયો છે અને બોગસ બિલિંગ કરવું વધુ મુશ્કેલ બન્યું છે. આ પ્રયાસોથી રાજ્યવેરા વિભાગને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular