Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરપત્નીને પરત લઇ આવવા પતિએ એરગન દ્વારા આપી ધમકી

પત્નીને પરત લઇ આવવા પતિએ એરગન દ્વારા આપી ધમકી

જામનગર શહેરના બાઇની વાડી પાસેના આંબેડકરવાસમાં આવેલા પિતાના ઘરે રિસામણે બેસેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ સહિતના બે શખ્સોએ એરગન બતાવી, ગાળો કાઢી માર મારવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ, એફસીઆઇના ગોડાઉન પાસે રહેતાં જગદિશ ખેંગાર રાઠોડ નામના મજૂરી કરતાં શખ્સની પત્ની લક્ષ્મીબેન તેણીના માવતરે રિસામણે જતી રહી હતી. રિસામણે બેસેલી પત્નીને લઇ આવવા માટે જગદિશ રાઠોડ અને સામત જીવા મકવાણા નામના બે શખ્સો ગુરૂવારે બપોરના 12 વાગ્યાના અરસામાં બાઇની વાડી પાસે આવેલા આંબેડકરવાસમાં રામજી હીરજી ગેડાના ઘરે જઇ તેની પત્ની લક્ષ્મીબેનને સાથે મોકલવા માટે રામજી સાથે ગાળો કાઢી, ઝઘડો કરી, એરગન બતાવી, માર મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રામજીએ જગદિશ રાઠોડ અને સામત મકવાણા વિરૂદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular