Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરફ્રુટની દુકાનમાંથી રોકડ રકમ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

ફ્રુટની દુકાનમાંથી રોકડ રકમ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતાં વેપારીની રણજિત રોડ પર આવેલી ફ્રૂટની દુકાનમાંથી અજાણ્યા તસ્કરોએ પાછળનો દરવાજો તોડી દુકાનમાં પ્રવેશી કુલ રૂા. 88,350ની રોકડ રકમ ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ તસ્કરને દબોચી લઇ રોકડ રકમ કબ્જે કરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની મળતી વિગત મુજબ શહેરના 17-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા પરમ એપાર્ટમેન્ટમાં રહેતાં બલીરામ ઉધામલ દુલાણી (ઉ.વ.73) નામના વૃદ્ધ વેપારીની રણજિત રોડ પર, સટ્ટા બજારની બાજુમાં, એસ. પી. મહેતા માર્કેટમાં આવેલી બજરંગ ફ્રુટ નામની દુકાનમાંથી ગત્ તા. 19ના રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી તા. 20ના સવારે સાડા નવ વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ દુકાનનો પાછળનો દરવાજો તોડી, પ્રવેશ કરી દુકાનના કબાટમાં રાખેલી રૂા. 500ના દરની 100 નોટ, રૂા. 200ના દરની 75 નોટ, રૂા. 500ના દરની 29 નોટ તથા રૂા. 100ના દરની 37, રૂા. 50ના દરની 100 નોટ તથા પરચૂરણ મળી કુલ રૂા. 88,350ની રોકડ રકમ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ગઇકાલે સવારે વેપારી દ્વારા ચોરીની જાણ કરાતા પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી અજાણ્યા તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

તપાસ દરમ્યાન પ્રહલાદસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન.બી. ચૌહાણ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, હે.કો. ક્રિપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, નિલેશભાઇ ઠાકરિયા સહિતના સ્ટાફએ ત્રણ દરવાજા પાસે, પોટરીવાળી ગલીમાં હર્ષદ લોજની સામેથી બાતમી મુજબના સફેદ ચેક્સવાળો ગ્રે કલરનો આખી બાંયનો શર્ટ તથા ભૂરા કલર જેવું જીન્સ પહેરેલો નિલેશ ઉર્ફે અજય દેવગણ મહેન્દ્ર વસાણી (ઉ.વ.47, રહે. કડિયાવાડ, જામનગર) નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 91,825ની રોકડ રકમ મળી આવતાં પૂછપરછ હાથ ધરતાં આ રોકડ રકમ બે દિવસ પહેલાં બજરંગ ફ્રુટ નામની દુકાનમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular