Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરએનસીએફસી અને જેએફએ દ્વારા જામનગરમાં ફુટબોલ ટુર્નામેન્ટ

એનસીએફસી અને જેએફએ દ્વારા જામનગરમાં ફુટબોલ ટુર્નામેન્ટ

અન્ડર 14 અને અન્ડર 17 બે વિભાગમાં આયોજન

જામનગરમાં તાજેતરમાં અન્ડર 14 અને અન્ડર 17 ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમાં દર રવિવારે મેચ યોજાઇ છે અને આગામી 8 નવેમ્બરના આ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાશે.

- Advertisement -

જામનગર ખાતે એનસીએફસી અને જેએફએ દ્વારા ડેવલોપમેન્ટ લીગ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં ફુટબોલના ખેલાડીઓને પ્રોત્સાહન અને ફુટબોલ મેચોના અનુભવ અર્થે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.4 ઓકટોબરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં દર રવિવારે આકાશ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મેચો યોજાઇ છે. અન્ડર 14 અને અન્ડર 17 એમ બે વિભાગોમાં આ ટુર્નામેન્ટો યોજાઇ રહી છે. ટુર્નામેન્ટની ફાઇનલ તા.8 નવેમ્બરના યોજાશે. ટુર્નામેન્ટમાં ફુટબોલ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ ટુર્નામેન્ટ દરમિયાન રવિવારે યોજાયેલ મેચમાં ખબર ગુજરાતના નિવાસી તંત્રી નેમીશભાઇ મહેતા સહિતના મહાનુભાવો દ્વારા મેનઓફધ મેચ સહિતના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular