લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત કર્મચારી મનસુખભાઇ રામજીભાઇ વાછાણી (ઉ.વ.66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં મૃતકના ઘરે કામકાજ માટે આવતી એક સગીરા અને અક્ષય મહીડા નામના યુવાનની ભૂમિકા જણાતા પોલીસે આરોપી અક્ષયને પુનાથી ઝડપી લીધો હતો. તેને અદાલત સમક્ષ રજૂ કરી છ દિવસના રિમાન્ડ પર લેવાયો છે. પોલીસે આરોપી પાસેથી રૂા. 98 હજારથી વધુની રોકડ રકમ અને રૂા.10.44 લાખની કિંમતના ચાંદીના બિસ્કિટ સહિત રૂા.11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપી અક્ષય દ્વારા જુદી જુદી ફિલ્મનું અનુકરણ કરીને હત્યા વખતે પોતાના હાથના નિશાન રહી ન જાય તે માટે તેણે ગ્લોઝ પહેર્યા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ પોતાનો અને સગીરાનો મોબાઇલ તથા મૃતકના બે મોબાઇલ સ્વીચ ઓફ કરી થેલામાં મૂકીને દરિયામાં ફેંકયા હતાં, જે શોધી કાઢવા માટે પોલીસ કવાયત કરી રહી છે. આ પ્રકરણમાં સગીરાની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. હાલ તેના સાઇકો ટેસ્ટ, એઇજ ટેસ્ટ તેમજ દુષ્કર્મ થયું છે કે કેમ, તે અંગેની કાર્યવાહી હાથ ધરાઇ છે.
View this post on Instagram


