Wednesday, October 14, 2026
Homeરાજ્યહાલારગોલીટા ગામમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં વૃદ્ધાનું મોત

ગોલીટા ગામમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં વૃદ્ધાનું મોત

ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતાં વૃદ્ધાએ આંખનું ઓપરેશન કરાવ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા લાભુબેન ભલાભાઇ જાદવ (ઉ.વ.60) નામના વૃદ્ધાએ એક માસ પહેલાં આંખનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ વૃદ્ધા બિમાર રહેતાં હતા. દરમ્યાન મંગળવારે સવારના સમયે વૃદ્ધાને અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પતિ ભલાભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. આર. ડી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular