જામનગરમાં ગણેશોત્સવના પ્રારંભ સાથે અનેક સ્થળોએ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જામનગર મહાનગરના લાખોટા મીગ કોલોની બુથ નં.70 બ્યુટશીયન તેમજ ડ્રસ ડિઝાઇનર્સ ઓફ ગનુદાદા દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.14ના વિધીવત રીતે ગણેશજીની સ્થાપના કરાઇ હતી. આ તકે મુકેશભાઇ દાસાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


