વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા જાસપુર રોડ પર ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયેલા રસ્તા નીચે ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ ખોદાયેલો ગંભીર ખાડો છુપાયેલો હતો, જે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે અજાણ્યો અને અત્યંત જોખમી બની ગયો હતો.
રસ્તા પર પાણી ભરાયેલા હતા અને એક મહિલા અને તેમની પુત્રી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પાણી નીચે ખાડો હોવાનો અંદાજ ન આવતા બંને અચાનક પાણીથી ભરેલા ગટરના ખાડામાં લપસીને ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર બેદરકારીની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
View this post on Instagram
મહિલાઓ ખાડામાં પડતાં જ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો અને દુકાનદારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભારે જહેમત બાદ બંનેને ખાડામાંથી સલામત બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


