Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મોટરકારમાંથી 50 બોટલો અને 87 દારૂના ચપટા ઝડપાયા

જામનગરમાં મોટરકારમાંથી 50 બોટલો અને 87 દારૂના ચપટા ઝડપાયા

કાર ચાલક હાજર નહીં મળી આવતા તેની શોધખોળ

જામનગરના રણજીતસાગર રોડ ગ્રીન સીટી વિસ્તારમાંથી મોટરકારમાંથી સીટી એ પોલીસે વિદેશી દારૂની 50 બોટલો તથા 87 ચપટા ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન આરોપી કાર ચાલક હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -

દરોડાની વિગત મુજબ સીટી એ પોલીસે શહેરના રણજીતસાગર રોડ ગ્રીન સીટી રોડ ગ્રીન એવન્યુની સામેથી મોટરકારમાંથી રૂા.78,418ની કિંમતની 50 નંગ દારૂની બોટલો, રૂા.7446ની કિંમતના 87 નંગ દારૂના ચપટા તથા રૂા.1 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા.1,85,844નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન કાર ચાલક હાજર નહીં મળી આવતા મોટરકારના ચેસીસ નંબર અને એન્જીન નંબરને આધારે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular