જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં સાત મિલકત ધારકોની મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે બે મિલકત ધારકો પાસેથી કુલ રૂા.3,73,062ની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા કમિશ્નરની સુચના અને આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખા દ્વારા તા.31-3-2026 સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકોને નિયમ અનુસાર વોરંટ તથા અનુસુચીની બજવણી કરવા છતાં પણ મિલકત વેરો ન ભરનાર બાકીદારોની કુલ 20 મિલકતોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન રૂા.4,18,242 બાકી વેરા પેટે શ્રી રાજ ડેવલોપર્સ ભાગીદારી પેઢી, રૂા.1,49,500 બાકી વેરાને લઇ પૂજા ડેવલોપર્સ, રૂા.1,03,783 બાકી વેરાને લઇ ગોવિંદભાઇ માધવજી સોનેચા, રૂા.2,41,980ના બાકી વેરાને લઇ રાજકુમાર ધીરજલાલ રોહેરા, રૂા.72,703ના બાકી વેરાને લઇ રાજેન્દ્ર ભીમજી અસ્વાર, રૂા.97424 બાકી વેરા અંતર્ગત દિવ્યાબેન વિજયભાઇ દતાણી અને રૂા.2,67,271ના બાકી વેરાને લઇ ગુણવંતભાઇ કે. પટેલ સહિત સાત મિલકત ધારકોની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મનસુખલાલ બાલુભાઇ ડોડીયા પાસેથી રૂા.1,69,700 તથા ભરતકુમાર વનાભાઇ દલસાણીયા પાસેથી રૂા.2,03,362 સહિત કુલ રૂા.3,73,062ની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. તેમજ મહેશભાઇ માધવભાઇ સોજીત્રા પાસેથી રૂા.3,48,826, સુભાષચંદ્ર બોરાડીયા પાસેથી રૂા.7,64,500, નિતીન મનસુખભાઇ મુંજપરા પાસેથી 3,17,060, લક્ષ્મીબેન ઠાકરશીભાઇ નકુમ પાસેથી રૂા.1,53,900, ભાવેશભાઇ યોગેશભાઇ વિરડીયા પાસેથી રૂા.1,45,162, સાગર મેટલ્સ પાસેથી રૂા.1,59,000, પિયુશ ચંપકલાલ દોશી પાસેથી રૂા.2,02,000, કિરીટ કે. કામાણી પાસેથી રૂા.3,22,425, અનવરઉમેર બસીરઉમેર પાસેથી 1,26,000, કિશોરભાઇ મોહનભાઇ રાણીપા પાસેથી રૂા.1,65,261, પ્રવિણ વલ્લભ સંઘાણી પાસેથી 1,29,275 ની રકમના ડયુ ડેટના ચેક મળ્યા હતાં.


