Wednesday, September 9, 2026
Homeરાજ્યહાલારઓખાના આસામી સાથે રૂા. 1.85 લાખનું ઓનલાઈન ચિટિંગ

ઓખાના આસામી સાથે રૂા. 1.85 લાખનું ઓનલાઈન ચિટિંગ

સેવિંગ એકાઉન્ટથી ફોન-પે યુપીઆઈ એકટીવ કરાયા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ટ્રાન્જેકશન : સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ

ઓખામાં રહેતાં યુવાને ફોન પે યુપીઆઈ એકટીવ કરાવ્યા બાદ તેમની જાણ બહાર કોઇ શખ્સે રૂા.1.85 લાખના ટ્રાન્જેકશન કરી લીધાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં મફતિયા પ્લોટ ખાતે રહેતા અનવરભાઈ ઈશાભાઈ ચાવડા (ઉ.વ.27) નામના યુવાને પોતાના પિતાના સેવિંગ એકાઉન્ટથી ફોન-પે યુ.પી.આઈ. એક્ટિવ કરાવ્યું હતું. જેમાંથી તેમની જાણ બહાર કોઈ આસામીએ તા. 24 ઓગસ્ટના રોજ 91,000 તથા 25 ઓગસ્ટ ના રોજ રૂા. 94,000 નું ટ્રાન્જેક્શન કરી લીધું હતું.

આમ, અજાણ્યા શખ્સોએ યેનકેન પ્રકારે કુલ રૂા. 1,85,000 ની રકમ મેળવી લઈ, છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ અનવરભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસમાં નોંધાવી છે. જે સંદર્ભે આગળની તપાસ સાયબર સેલ અસલ વિભાગના પી.આઈ. રાઠોડ દ્વારા શરૂ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular