ઓખામાં માછીમારી કરતા યુવાનને ગઈકાલે મધદરિયે બોટમાં જમવાનું બનાવતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો અને હૃદયરોગના હુમલાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ ઘોડી (પટેલ) (ઉ.વ.43) નામના માછીમાર યુવાન ગઈકાલે મંગળવારે ઓખાના દરિયામાં દીપ સાગર 02 નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. અહીં બોટમાં તેઓ જમવાનું બનાવી રહ્યા હતા તે દરમિયાન તેમને એકાએક છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રમેશભાઈ ભગવાનભાઈ બારૈયાએ ઓખા મરીન પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


