Wednesday, September 9, 2026
Homeરાજ્યહાલારલાલપુરના જોગવડ ગામે ગાય સાથે અશોભનિય કૃત્ય

લાલપુરના જોગવડ ગામે ગાય સાથે અશોભનિય કૃત્ય

જોગેશ્વર મહાદેવ મંદિર સામેની ગૌશાળાની ઘટના : પોલીસ દ્વારા નરાધમ શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી

લાલપુર તાલુકાના જોગવડ ગામે જોગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. મેઘપર પોલીસે એક નરાધમ મજૂર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જેની સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. જોગવડના સરકારી આવાસમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

ફરિયાદ મુજબ તા. 2 સપ્ટેમ્બરની રાત્રે આશરે એકાદ વાગ્યાના સમયે ફરિયાદ કરનાર મહિલા પોતાના કાકાના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગૌશાળા પાસેથી પસાર થતી વખતે જોગવડમાં રહેતો વાસુદેવભાઈ કારાભાઈ ઢચા (ઉ.વ.45) ગૌશાળાની અંદર નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો. શંકા જતા તા. 6 સપ્ટેમ્બરે બપોરે ગૌશાળામાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં તા. 2 સપ્ટેમ્બરની રાત્રે આશરે એક વાગ્યાના સમયે વાસુદેવભાઈ ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું જણાયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં વાસુદેવભાઈને શોધી કાઢી પોલીસ મથકે લાવવામાં આવતા તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. આ બનાવે ભારે હલચલ મચાવી છે, અને ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular