Saturday, August 29, 2026
Homeરાજ્યજામનગરરેલવે પ્લેટફોર્મ પર હત્યા નિપજાવનાર બે હત્યારાની ધરપકડ

રેલવે પ્લેટફોર્મ પર હત્યા નિપજાવનાર બે હત્યારાની ધરપકડ

જામનગર શહેરના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ઉપર યુવાન ઉપર પથ્થર વડે હુમલો કરાયાના બનાવમાં સારવાર લઇ રહેલા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં રેલવે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ઉપર થોડાં સમય અગાઉ ઉપેન્દ્ર નામના યુવાન ઉપર બે શખ્સોએ માથામાં પથ્થર મારી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાના બનાવ બાદ ઉપેન્દ્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રેલવે પીઆઇ એસ. એમ. પાંચિયા, પીએસઆઇ પી. વી. ડોડિયા, એએસઆઇ મુનવર ગુલામહુશેન, હે.કો. હરપાલસિંહ ચૌહાણ, પો.કો. જયેશકુમાર સોલંકી સહિતના સ્ટાફે મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા માજોઠીનગરમાં રહેતાં સલાઉદ્ીન ઇદ્રીશ માજોઠી (ઉ.વ.29) અને અકરમ ઇશાક જનર (ઉ.વ.26) નામના બે શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular