Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર સિટી ‘સી’ પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ - VIDEO

જામનગર સિટી ‘સી’ પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ – VIDEO

પ્રોહિબિશન, જુગારી, પાસા સહિતના મુદે તપાસ : 65 વાહનો ચેક કરાયા : 6 વાહનો ડિટેઇન

જામનગર સિટી સી પોલીસ દ્વારા સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તહેવારોને અનુલક્ષીને હાથ ધરાયેલ આ વિશેષ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબિશન, જુગારી, પાસા, મિલ્કત સંબંધી સહિતના ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક ડ્રાઇવ પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં 65 વાહનો ચેક કરવામાં આવ્યા હતા અને રૂપિયા 5600 રોકડ દંડ અને 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.

મયુરનગર આવાસ, અંધાશ્રમ આવાસ, વામબે આવાસ, દિગ્જામ સર્કલ તથા બાવરીવાસ સહિતના વિસ્તારોમાં પોલીસ સ્ટાફ, એલસીબી અને એસઓજીની ટીમોએ સઘન તપાસ કરી હતી. સ્થાનિક રહેવાસીઓની રૂબરૂ મુલાકાત લઈ અસામાજિક તત્વો તથા અસામાજિક પ્રવૃત્તિ અંગે માહિતી મેળવવામાં આવી હતી.

- Advertisement -

કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશનના 5 કેસ, જી.પી. એક્ટના 4 કેસ, એમ.વી. એક્ટના 2 કેસ, ઇગજ હેઠળના 4 કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત મિલકત સંબંધિત ગુનાના 1 આરોપીની તપાસ, એમ.સી.આર. હેઠળ 22 ચેક, જાણીતા જુગારીઓના 3 ચેક, પાસા આરોપીના 1 ચેક, ટપોરી આરોપીના 2 ચેક, બુટલેગર/ગેરકાયદેસર ધંધાર્થીઓના 6 ચેક તથા 55 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ. 4,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કામગીરી આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુસર કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાઈયા, એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઉકર તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પોલીસ સ્ટાફ તેમજ સીટી સી ડિવિઝન ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular