Saturday, August 29, 2026
Homeરાજ્યજામનગરબાદનપરમાં રમાતા જુગાર સ્થળે રાજકોટ રેન્જનો દરોડો

બાદનપરમાં રમાતા જુગાર સ્થળે રાજકોટ રેન્જનો દરોડો

રૂા. 5.02 લાખનો મુદામાલ કબ્જે : શહેર અને જિલ્લામાં જુદા જુદા નવ જુગાર સ્થળે પોલીસના દરોડા

જોડિયા તાલુકાના બાદનપરની સીમમાં આવેલા ખેતરમાં બાહરથી માણસો બોલાવી જુગાર રમાતા સ્થળે રાજકોટ રેન્જ આઇજીની ટીમે રેઇડ દરમ્યાન રૂા. 5,02,300ના મુદામાલ સાથે નવ શખ્સોને ઝડપી લીધા હતા. જામનગરના શંકર ટેકરી, રામનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. 38,70ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

પ્રથમ જુગાર દરોડો જોડિયા તાલુકાના બાદનપર ગામમાં કોબાની સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં બાહરથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇજીની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેઇડ દરમ્યાન રમેશ જેરામ ઘોડાસરા, પ્રવીણ મકન સંતોકી, રમેશ ગોવિંદ સંતોકી, અજય ગોરધન રાણિયા, બ્રીજેશ કાનજી ભીમાણી, જેન્તી અરજણ સંતોકી, જીતેન્દ્ર હરજી સંતોકી, રાકેશ હરખાભાઇ સંતોકી, રાજ વલ્લભ ભીમાણી નામના નવ શખ્સોને રૂા. 1,52,300ની રોકડ રકમ અને રૂા. 2 લાખ 50 હજારની કિંમતના પાંચ બાઇક તથા એક લાખની કિંમતના નવ નંગ મોબાઇલ સહિત કુલ રૂા. 5,02,300ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી પીઆઇ એ. વાય. ઉધાસ તથા ટીમે જોડિયા પોલીસને સોંપી આપ્યા હતા.

બીજો જુગાર દરોડો જામનગર શહેરના શંકર ટેકરી, રામનગર, શેરી નંબર બેમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન હીરા રાણા ચારણ, દેઘણસી મુળજી ચારણ, ગોગણ જીવીયા ગુજરીયા, માલજી પુનરવ ગુજરિયા, કરણ પુનરવ ગુજરીયા સહિતના પાંચ શખ્સોને રૂા. 38,770ની રોકડ રકમ તથા ગંજીપતા સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગારનો ત્રીજો દરોડો કાલાવડમાં રણુજા રોડ પર ઇટોના ભઠ્ઠા પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની પો.કો. રણજિતસિંહ જાડેજા, સંજયભાઇ બાલિયાને મળેલી બાતમીના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ, એએસઆઇ વનરાજભાઇ ઝાપડિયા, હે.કો. જીતેનભાઇ પાગડર, પો.કો. રણજિતસિંહ જાડેજા, સંજયભાઇ બાલિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન કમલેશગીરી મનસુખગીરી ગોસ્વામી, કમલેશ નેરુ માટીયા, ગોપાલ તુલસી, ફાલ્ગુન કૌશિક ઝીજુવાડિયા, જયેશ માવજી બામણિયા, રાજેન્દ્રસિંહ હમિરસિંહ જાડેજા સહિતના સાત શખ્સોને રૂા. 26,300ની રોકડ રકમ અને ગંજીપના સાથ ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં જામજોધપુર ગામમાં આવેલી લાડવા શેરીમાં રમાતા તીનપતીના જુગાર સ્થળેથી સાગર કાંતિ સોલંકી, રાજેશ જીવન કુડેચા, મગન વીરા વિંઝુડા, રાજ નાથા પરમાર, જીજ્ઞેશ ગીરધર રાઠોડ, આકાશ ઉર્ફે ગાંગવો મનિષ વરાણિયા, અજય સુખા ડાભી નામના સાત શખ્સોને જામજોધપુ પોલીસે રેઇડ દરમિયાન રૂા. 16,540ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગારનો પાંચમો દરોડો જોડિયા તાલુકાના બોડકા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પીએસઆઇ કે. ડી. જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રમેશચંદ્ર ભીમજી ટાંક, ગોરધન શામજી શાપરિયા, શાંતિ દામજી ટાંક, મોહન અમૃત કોલિયા, ભરત કાંતિ ધામેચા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા. 13,440ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા

છઠ્ઠો દરોડો ધ્રોલ ગામમાં આવેલા પટેલ સમાજની સામેના ગોદડિયાવાસમાં તીનપતીનો જુગાર રમાતો હોવાનું હે.કો. સી. જે. જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ પી. એન. ખાચર, હે.કો. સી. જે. જાડેજા, પો.કો. દેવેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મનિષભાઇ વાડોલિયા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અજય કાંતિ ડાંગરોચિયા, સાગર કિશોર ગોંડલિયા, અમિત કિશોર ગોંડલિયા, રમેશ બીજલ ડાભી, મેરૂ ઇશ્ર્વર ગોદડિયા નામના પાંચ શખ્સોને રૂા. 10,360ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.

સાતમો દરોડો લાલપુર તાલુકાના ખીરસરા ગામની મુખ્ય બજારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી હે.કો. ડી.કે. બેરાને મળી હોવાથી પીઆઇ એસ.પી. ગોહિલ તથા હે.કો. ડી. કે. બેરા, પો.કો. કિરણજી ઠાકોર, અરજણ ઠાકોર, મહિલા કોન્સ. શિતલબેન મુછાર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ગુલામ-એ-મુસ્તફા ઉર્ફે લાલુ બોદુ બલોચ, વસીમ બોદુ બલોચ તથા પાંચ મહિલાઓ સહિત કુલ સાત શખ્સોને રૂા. 10,030ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

આઠમો દરોડો લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટિયા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે લાલપુર
પોલીસે રેઇડ દરમ્યાન પ્રવીણ દેવા ભાટી, મોજા તુલસી ભાટી, ડાયા દેવા ભાટી, વના દેવા ભાટી, સુરજ મનોજ સોલંકી નામના પાંચ શખ્સોને લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 4720ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

નવમો દરોડો જામનગર તાલુકાના ખીમરાણા ગામના પાધરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભગવાનજી ઉર્ફે રૂખો ભીખા ગમારા, રવીરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના બે શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 3900ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા તેમજ રેઇડ પૂર્વે નાસી ગયેલા લાલુભા દેવેન્દ્રસિંહ જાડેજા, ગૌતમ રાજેશ, મુન્ના ઉદુ જાડેજા, ભરતસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ચાર મળી કુલ 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular