ખંભાળિયાના સોઢા તરઘડી ગામે હૃદયરોગના ઘાતક હુમલાથી એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયું હતું. ભાણવડના જંબુસર ગામે વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામે રહેતા નરેન્દ્રસિંહ મનુભા રાઠોડને તા. 26ના રોજ પોતાના ઘરે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજો બનાવ ભાણવડ તાબેના જંબુસર ગામે રહેતા ગગુભાઈ લખમણભાઈ ખૂંટી નામના 61 વર્ષના વૃધ્ધને છેલ્લા એકાદ વર્ષથી બી.પી.ની બીમારી હોય ગઈકાલે ગુરુવારે તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ ગગુભાઈ ખૂંટીએ જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


