Friday, August 28, 2026
Homeરાજ્યહાલારમોટી ખાવડી નજીક ટ્રેલર-સુપર કેરી વચ્ચે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

મોટી ખાવડી નજીક ટ્રેલર-સુપર કેરી વચ્ચે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

મોટી ખાવડી સીમ પી એન્ડ ડેપ રોડ ઉપર ટ્રેલર ચાલકે સુપર કેરી માલવાહક વાહનને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને માથા તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ મોટી ખાવડી સીમ પી એન્ડ ડેપ રોડ ડી 1 ગેઇટ પાસે જીજે12 બીટી 9818 નંબરના ટ્રેલર વાહન ચાલકે પોતાનું ટ્રેલર વાહન પુરઝડપે અને બેફિકરાઇભરી રીતે ચલાવી ગ્રીનપીડિયા બાઇક શેર પ્રા. લિ. કંપનીના મારૂતિ સુઝુકી કંપનીના સુપર કેરી માલવાહક વાહન નંબર જીજે01 એચટી 7674ને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં સુપર કેરી વાહનના ચાલક અલ્તાફભાઇ મુસાભાઇ ખફીને માથાના ભાગે તથા આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ તેમની સાથે બેસેલા તૌફિકભાઇ સલીમભાઇ સોનેજીને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક વાહન સ્થળ પર છોડી નાશી ગયો હતો.

આ અંગે તૌફિકભાઇ દ્વારા જીજે12 બીટી 9818 નંબરના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા મેઘપર પડાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular