“ગુજરાતમાં માનવ અને પ્રકૃતિ વચ્ચે સાચી સંવાદિતા દર્શાવતો એક અદભુત વીડિયો સામે આવ્યો છે. અમરેલીના ખાંભા-રાજુલા સ્ટેટ હાઇવે પર અડાસંગ ગામ નજીક રાત્રિના સમયે ૭ એશિયાઈ સિંહો માર્ગ ઓળંગતા કેમેરામાં કેદ થયા હતા. વન વિભાગની ટીમે ત્વરિત સમયસૂચકતા વાપરી વાહનો અટકાવી સિંહો અને મુસાફરો બંનેની સલામતી સુનિશ્ચિત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર શેર કરતા કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લખ્યું કે, ‘ગુજરાતમાં લોકો અને પ્રકૃતિ વચ્ચે સાચી સંવાદિતા છે’ અને તેમણે વન વિભાગની આ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.”
True harmony between people and nature in Gujarat.
7 Asiatic Lions spotted crossing the Khambha–Rajula State Highway near Adasang village! 🦁
Kudos to Forest team for ensuring a safe passage for both the pride and commuters. pic.twitter.com/NjhL17YzcB
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 25, 2026


