Tuesday, October 27, 2026
Homeરાજ્યહાલારસિદસરમાં વૃદ્ધ વેપારીનો ઝેરી દવા પી આપઘાત

સિદસરમાં વૃદ્ધ વેપારીનો ઝેરી દવા પી આપઘાત

જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં રાજકોટના પટેલ વેપારી વૃદ્ધે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના વતની અને હાલ રાજકોટમાં નાના મવા વિસ્તારમાં રહેતાં તથા પાનની દુકાન ચલાવતા અશ્ર્વિનભાઇ મગનભાઇ માકડિયા (ઉ.વ.64) નામના વૃદ્ધે સોમવારે મદ્યરાત્રિના સમયે જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સન્નીભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular