Tuesday, October 27, 2026
HomeવિડિઓViral Videoકોઈ સ્માર્ટબોર્ડ નહીં, કોઈ ફેન્સી ક્લાસરૂમ નહીં: કેરળના ૮૫ વર્ષીય ઇન્દિરા અમ્માની...

કોઈ સ્માર્ટબોર્ડ નહીં, કોઈ ફેન્સી ક્લાસરૂમ નહીં: કેરળના ૮૫ વર્ષીય ઇન્દિરા અમ્માની રેતીમાં ભણાવવાની પરંપરાગત રીત વાઇરલ – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર હાલમાં એક અત્યંત પ્રેરણાદાયી વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ૮૫ વર્ષના વડીલ ઇન્દિરા અમ્મા બાળકોને કોઈ આધુનિક ટેકનોલોજી વગર, માત્ર રેતી પર અક્ષરો લખાવીને ભણાવતા જોવા મળે છે.

- Advertisement -

આ ભાવુક અને પ્રેરણાદાયી પોસ્ટ @thebetterindiaના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.૮૫ વર્ષની ઉંમરે પણ ઇન્દિરા અમ્મા ‘આશાન કલારી’ નામની આ પ્રાચીન શિક્ષણ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.છેલ્લા ૧૦ વર્ષથી તેઓ નાના બાળકોને મલયાલમ, હિન્દી, અંગ્રેજી અને ગણિત જેવા વિષયો રેતીમાં આંગળીઓથી લખાવીને શીખવે છે.

- Advertisement -

બાળકો રેતીમાં પોતાની નાની આંગળીઓથી અક્ષરો ઘૂંટીને અભ્યાસ કરે છે, જે દર્શાવે છે કે સાચું શિક્ષણ મેળવવા માટે મોંઘા ક્લાસરૂમ કે સ્માર્ટબોર્ડની જરૂર નથી હોતી.

આજના ડીજીટલ અને સ્માર્ટબોર્ડના યુગમાં પણ આપણી પ્રાચીન અને સરળ શિક્ષણ પદ્ધતિઓ કેટલી અસરકારક છે તે આ વીડિયો સાબિત કરે છે. ઇન્દિરા અમ્માનું આ સમર્પણ અને પ્રેમ લાખો લોકોના દિલ જીતી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular