Tuesday, October 27, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ઝડપાયેલ 15 હજાર બોટલ ઉપર સરકારી બૂલડોઝર ફરી વળ્યું -...

જામનગર શહેરમાંથી ઝડપાયેલ 15 હજાર બોટલ ઉપર સરકારી બૂલડોઝર ફરી વળ્યું – VIDEO

જામનગર શહેરના A, B, C ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી ઇંગ્લીશ દારૂની 15,000 જેટલી બોટલો ઉપર આજે સરકારી બૂલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેરના સિટી A, B, C ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમયે દારૂના દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા. 75 લાખની કિંમતની, જુદી જુદી બ્રાન્ડની 15 હજાર જેટલી બોટલોનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત ડીવાયએસપી તથા વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના સ્ટાફ દ્વારા ઇંગ્લીશ દારૂની 15,000 બોટલો ઉપર સરકારી બૂલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular