Wednesday, August 26, 2026
Homeરાજ્યજામનગરલાઇટ બિલ ભરવાનું કહેતાં મકાનમાલિક ઉપર હુમલો

લાઇટ બિલ ભરવાનું કહેતાં મકાનમાલિક ઉપર હુમલો

જામનગરના દરેડ ગામમાં ભાડે રાખેલ મકાનનું લાઇટ બિલ ભરતાં ન હોવાથી આ બિલ ભરવાનું કહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ ગાળો કાઢી, જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં મસિતિયા રોડ ઉપર આવેલી ઇન્દિરા કોલોનીની શેરી નંબર એકમાં રહેતાં ધર્મેન્દ્રભાઇ માધવજીભાઇ પરમાર (ઉ.વ.32) નામના યુવાને રાજેશ ભૂપત કાપડીને ચાર માસ પહેલાં મકાન ભાડે આપ્યું હતું. પરંતુ રાજેશ આ ભાડાંના મકાનનું લાઇટ બિલ ભરતો ન હોવાથી ધર્મેન્દ્રભાઇએ બિલ ભરવા બાબતે જણાવતાં રાજેશે બોલચાલી કરી હતી. ત્યારબાદ રાજેશ કાપડી, ધાર્મિક શૈલેષ ગોંડલિયા, મનોજ શૈલેષ ગોંડલિયા નામના ત્રણ શખ્સો ગત્ તા. 23ના રોજ રાત્રિના સમયે જીજે10 ટીઝેડ 4336 નંબરની સીએનજી રિક્ષામાં આવી ધર્મેન્દ્રને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસપી પ્રતિભા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular