Wednesday, August 26, 2026
Homeરાજ્યજામનગરમેઘપરમાંથી વધુ બે બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી - VIDEO

મેઘપરમાંથી વધુ બે બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી – VIDEO

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં જુદા જુદા બે સ્થળોએથી એસઓજીની ટીમએ પશ્ચિમ બંગાળના બે શખ્સોને બોગસ તબીબ તરીકે દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરતાં રંગેહાથ ઝડપી લઇ રૂા. આઠ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં સરકારી પાણીની ટાંકી સામે આવેલી પતરાંવાળી માર્કેટમાં બોગસ તબીબ તરીકે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાની બાતમીના આધારે પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. જેર તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન શ્રીમંતો પશુપતિ બિશ્વાસ (ઉ.વ.35, રહે. મેઘપર, મૂળ ચરકતલા, પ.બંગાળ) નામના શખ્સ પાસેથી મેડીકલની ડિગ્રી ન હોવા છતાં દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય આચરતા ઝડપી લઇ તેની પાસેથી દવાઓ અને તબીબી સાધનો મળી કુલ રૂા. 4340ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

બીજો દરોડો મેઘપર ગામમાં મચ્છી માર્કેટમાં બોગસ તબીબ તરીકે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં અવીજિત અધીર બિશ્વાસ (ઉ.વ.31, રહે. મેઘપર, મૂળ કાલકોલા, પ.બંગાળ) નામના બોગસ તબીબને એસઓજીની ટીમએ રેઇડ દરમ્યાન ઝડપી લઇ તેની પાસેથી દવા અને સાધનો મળી કુલ રૂા. 3834ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular