દ્વારકા તાલુકાના ટોબર ગામમાં રહેતાં પ્રૌઢ વરવાળા પાસે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના ટોબર ગામે રહેતા ટપુભા ઝખરાભા કેર (ઉ.વ.54) નામના હિન્દુ વાઘેર પ્રૌઢે મંગળવારે વરવાળા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી દ્વારકાથી ઓખા તરફ જતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રી હઠિયાભા દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


