દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં દારૂના બે દરોડામાં પોલીસે કુલ રૂા. 11 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
પ્રથમ દરોડો ખંભાળિયા તાલુકાના લલિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેરાજ દેવા ધારાણી નામના શખ્સના કબજા ભોગવટાની વાડીએ આવેલા રસોડામાંથી પોલીસે રૂ. 7512ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ તથા રૂ. 4000ની કિંમતનો 20 લીટર દેશી દારૂ મળી કુલ રૂ. 11,512નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, આ દરોડા દરમ્યાન આરોપી ખેરાજ દેવા ધારાણી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
બીજો દરોડો ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં હાલ રહેતા અને મૂળ મોટા આસોટા ગામના રહીશ ગોવિંદ ઘેલાભાઈ રાઠોડ (ઉ.વ. 49) નામના શખ્સના કબ્જામાંથી પોલીસે બિયરના 7 ટીન કબજે કરી, ગુનો નોંધ્યો હતો.


