ભાણવડ તાલુકાના શીવા ગામે પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી આંતરી લીધી હતી, બાદમાં કારની તલાશી લેતા 800 લીટર પીવાનો દારૂ તેમજ મોબાઇલ અને કાર મળી કુલ રૂા.6 લાખ પાંસઠ હજારનો મુદામાલ કબ્જે કરી કાર ચાલાકની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે બુટલેગર ફરાર થતાં તેની શોધખોળ આદરી છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઇ.જી.પી. નિલિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજીકો સામે કડક પગલાની જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાને તાકીદ કરી હતી. સુચના અનુસાર ભાણવડ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તાલુકાના શીવા ગામે દારૂ ભરેલી કાર આવવાની બાતમી મળતા પોલીસે ત્યાં પહોંચી હતી અને કારનો ફીલ્મી ઢબે પીછો કરી ગામની ગૌશાળા પાસે આંતરી લીધી હતી. બાદમાં કારની અંદર તલાસી લેતા પીવાનો દેશી દારૂ 800 લીટર મળી આવ્યો હતો. આમ, પોલીસે દારૂ તેમજ મોબાઇલ અને એક એકસ યુ.વી. 500 નંબરની કાર મળી કુલ રૂા.6,65,000નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક બુટલેગર કનુ રામા ચાવડા રે. ટીંબડી વારાની ધરપકડ કરી છે. જ્યારે શકુર બધા ચાવડા રે. ટીંબડી અને હરદાન દેસર પીપળિયા રે. પીપળી તા.લાલપુરવાળો નાશી છૂટયો હતો.
આ કાર્યવાહીમાં પીઆઇ વી.કે. કોઠીયા, સ્ટાફના કીશોરસિંહ જાડેજા, જીતુભાઇ જામ, જયદેવસિંહ જાડેજા, નારણભાઇ બેલા, યોગરાજસિંહ ઝાલા સહિત રોકાયા હતાં.


