જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા પ્રૌઢાએ માનસીક બિમારીથી કંટાળી ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણ ગામ વાડી વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા વનીતાબેન જીવનભાઇ વાઘીયા (ઉ.વ.54) નામના પ્રૌઢાને ચારેક વર્ષ પહેલા માનસીક બિમારીની દવા લેતા હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી આ માનસીક દવા પોતાની જાતે બંધ કરી દીધી હતી. અને માનસીક તનાવમાં રહેતા હતાં જેથી માનસીક બિમારીથી કંટાળી તા.7ના પોતાની જાતે ટ્રેન હેઠળ પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રૂપેશભાઇ દ્વારા પોલીસને જાણ કરતા જામજોધપુરના હે.કો. આર.કે. કંડોરીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો.


