Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં હૃદયરોગના હુમલાથી બે વ્યક્તિના મોત

જામનગર શહેરમાં હૃદયરોગના હુમલાથી બે વ્યક્તિના મોત

જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ નજીક આવેલી સોની ફળીમાં રહેતાં પ્રૌઢની તબિયત લથડતાં હૃદયરોગનો હુમલો આવતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે બેશુદ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત જામનગર શહેરના સત્યનારાયણ મંદિરની સામે આવેલી સોની ફળીમાં રાધેશ્યામ નિવાસમાં રહેતાં ભરતભાઇ પ્રતાપરાય મોનાણી (ઉ.વ.58) નામના પ્રૌઢને રવિવારે બપોરે તબિયત લથડતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર ભાગ્યેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. ડી. મોરી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં રામાપીરના મંદિર પાસે રહેતાં ગોપાલભાઇ ખીમજીભાઇ મકવાણા (ઉ.વ.63) નામના વૃદ્ધ ગત્ તા. 13ના રોજ તેના ઘરે બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રાજેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular