Wednesday, July 15, 2026
Homeરાજ્યહાલારભોગાતના યુવાનને મારી નાખવાની ધમકી

ભોગાતના યુવાનને મારી નાખવાની ધમકી

કલ્યાણપુર તાબેના ભોગાત ગામના યુવાનને માંઝા ગામે યોજાયેલી મિટીંગમાં બોલાચાલી દરમિયાન બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના મૂળ રહીશ અને હાલ ગાંધીનગર ખાતે રહેતા માયાભાઈ ગગુભાઈ રૂડાચ (ઉ.વ. 48) નામના યુવાન સાથે ગત તારીખ 17 મેના રોજ ખંભાળિયા નજીકના માંઝા ગામે યોજાયેલી ચારણ સમાજની મિટિંગમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી, આરોપી એવા માળી ગામના રહીશ લાખા ઘેલાભાઈ જામ અને ગોપાલ આશાભાઈ જામ નામના બે શખ્સોએ તેમને મોબાઈલ ફોન પર બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular