Wednesday, July 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રૌઢા ઉપર હુમલો કરી છેડતીના બનાવમાં પોલીસ ફરિયાદ

જામનગરમાં પ્રૌઢા ઉપર હુમલો કરી છેડતીના બનાવમાં પોલીસ ફરિયાદ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે થયેલા ઝઘડામાં ચાર શખ્સોએ આવીને પ્રૌઢાને ગાળો કાઢી, લાકડાના ધોકા વડે તથા પૌઢાની પુત્રવધૂને માર માર્યો હતો. પ્રૌઢાની છેડતી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર શહેરના ગોકુલનગર, રડાર ગેટ પાસેના મારૂતિનગરમાં રહેતાં શાંતાબેન નામના પ્રૌઢાના પુત્ર તથા મહેશસિંહના પુત્રને હોર્ન વગાડવાની બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી ગત્ તા. 09ના રોજ રાત્રિના સમયે મહેશસિંહ, લખનસિંહ, પૃથ્વીરાજસિંહ અને ભરતસિંહ નામના ચાર શખ્સોએ મહિલાને ઘર પાસે આવી પ્રૌઢાને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ત્યારબાદ લાકડાંના ધોકા વડે હુમલો કર્યો હતો. દરમ્યાન મહિલાની પુત્રવધૂ સંગીતાબેનને માર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પ્રૌઢાના કપડાં ખેંચી છેડતી કરી હતી. ઉપરાંત ચારેય શખ્સોએ પ્રૌઢા તથા તેના પરિવારજનોને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો અને છેડતીના બનાવમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

દરમ્યાન આ બનાવ અંગેની જાણ કરાતા સિટી ‘સી’ ડિવિઝન પોલીસે પ્રૌઢાના નિવેદનના આધારે મહેશસિંહ, લખનસિંહ, પૃથ્વીરાજસિંહ અને ભરતસિંહ નામના ચાર શખ્સો વિરૂદ્ધ હુમલો, છેડતી અને મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular