Saturday, July 11, 2026
Homeરાજ્યહાલારકૂતરાઓની વફાદારી અને સતર્કતાએ બકરીના જીવ બચાવ્યાં...!

કૂતરાઓની વફાદારી અને સતર્કતાએ બકરીના જીવ બચાવ્યાં…!

સલાયા શહેરના જૂની પોલીસ લાઇન વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ બકરી ચોરીની એક અજીબોગરીબ અને રસપ્રદ ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને શેરીના કૂતરાઓએ ઘરમાલિકની બકરીઓનો આબાદ બચાવ કર્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જૂની પોલીસ લાઇન પાસે રહેતા પરિવારના ઘરે રાત્રિના સમયે તેમના ઘરના આંગણામાં બે પાલતુ બકરીઓ બાંધેલી હતી. મધ્યરાત્રિએ વંડી ઠેકીને આવેલા બે તસ્કરોએ બકરીઓની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામાન્ય અવાજ થતાં ઘરના સભ્યો જાગી ગયા હતા. પરંતુ શરૂઆતમાં કંઈ સમજાયું ન હતું. ત્યારબાદ બકરીઓનો અવાજ આવતાં ઘરના સભ્યોએ લાઈટો ચાલુ કરીને તપાસ કરી તો બકરીઓ ગાયબ જણાતી હતી. આથી પરિવારજનોએ તાત્કાલિક બહાર નીકળી આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી. ચોરો બકરીઓને લઈને બાજુની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં શેરીના કૂતરાઓએ આ અજાણ્યા શખ્સોને જોઈને ભસવાનું શરૂ કરી દીધું હતું. કૂતરાઓના ભસવાથી અને પાછળ આવી રહેલા ઘરના લોકોના ડરથી ગભરાઈને ચોર બંને બકરીઓને ત્યાં જ પડતી મૂકીને અંધારામાં ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પરિવારજનો ત્યાં પહોંચતા જ બંને બકરીઓ હેમખેમ મળી આવી હતી. આમ, મૂંગા પશુઓએ અન્ય પશુઓનો જીવ અને માલિકનું નુકસાન થતું બચાવ્યું હતું. આ રમૂજી અને આશ્ર્ચર્યજનક ચોરીના પ્રયાસની ઘટના હાલ સમગ્ર સલાયા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular