જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રૌઢા તેના ઘેર બેશુદ્ધ થઇ જતાં જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 12માં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટના ફલેટ નંબર 302માં રહેતાં ઉષાબેન રમેશભાઇ ભટ્ટ નામના પ્રૌઢા વ્હેલી સવારે તેના ઘરે બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ રમેશભાઇ દ્વારા કરાતા એએસઆઇ પી. કે. ગુઢકાએ સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


