મૂળ ઉત્તરપ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખટીયાવા ગામના વતની અને હાલ બેડ ગામની નંદનિકેતન ટાઉનશીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં કડિયાકામ કરતા આધેડને અચાનક ચક્કર આવતા અને ઉલ્ટી થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાતા જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ બેડ ગામની નંદનિકેતન સોસાયટીમાં રહેતાં અને ખાનગી કંપનીમાં કડિયાકામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશના અવધેશ રામસુરત યાદવ (ઉ.વ.52) નામના આધેડ ગત્ તા. 02ના બપોરના સમયે ખાનગી કંપનીમાં કડિયાકામ કરતા હતા. દરમ્યાન તેમને ચક્કર આવતા ઉલ્ટી થવા લાગી હતી. આધેડને સારવાર માટે કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણ સુરેન્દ્ર ચંદ્રશેખર યાદવે કરતાં હે.કો. ડી. આર. ઝાલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.


