જામનગર શહેરમાં સાત રસ્તા પાસે એસટી બસ ચાલકે રાહદારીને હડફેટે લેતાં રાહદારીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેના કારણે રાહદારી અને એસટી બસ ચાલક વચ્ચે બબાલ અને મારામારી થઇ હતી. આ ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળાં એકઠાં થયા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

View this post on Instagram


