Tuesday, June 30, 2026
Homeરાજ્યજામનગરબેકાબૂ બનેલી ક્રેટા કારે અડધો ડઝન વાહનોને હડફેટ લીધાં- VIDEO

બેકાબૂ બનેલી ક્રેટા કારે અડધો ડઝન વાહનોને હડફેટ લીધાં- VIDEO

જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસેથી પસાર થતી ક્રેટા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. જેના કારણે બેકાબૂ બનેલી કારે એક પછી એક ચારથી પાંચ ટૂ વ્હીલર અને રિક્ષાને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં વાહનોમાં નુકસાન થયું હતું. બેકાબૂ બનેલી કારે પાંચ જેટલા વાહનોને ઠોકરે ચઢાવતાં હિટ એન્ડ રનના બનાવ બાદ લોકો એકઠાં થઇ ગયા હતા. જો કે, સદનસીબે કોઇ વાહનચાલકને ઇજા થઇ ન હતી. માત્ર વાહનોમાં નુકસાન થયું હતું. રાત્રિના બનેલી ઘટનાને કારણે વિસ્તારવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મોટેભાગે હિટ એન્ડ રનની ઘટનાઓ હાઇવે પર બનતી હોય છે. પરંતુ હવે તો આવી ઘટનાઓ શહેરના માર્ગો પર બનતી જાય છે. જે ચિંતાજનક છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular