Monday, June 15, 2026
Homeરાજ્યજામનગરમોદી સરકારના 12 વર્ષ અંતર્ગત જામનગરમાં ભાજપની પત્રકાર પરિષદ- VIDEO

મોદી સરકારના 12 વર્ષ અંતર્ગત જામનગરમાં ભાજપની પત્રકાર પરિષદ- VIDEO

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની તસ્વીર જ નહીં, તકદીર પણ બદલી-પ્રભારીમંત્રી : મંત્રી, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના ઉપસ્થિત રહ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં મોદીસરકારના 12 વર્ષની વિકાસ વિશ્ર્વાસ અને જનકલ્યાણની યાત્રાની સિદ્ધિઓની માહિતી અપાઇ હતી. પ્રભારી મંત્રીએ પ્રેસ ઉદ્બોધન કર્યું હતું.

- Advertisement -

રાજ્યમંત્રી અને જામનગરના પ્રભારીમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં દેશે નરેન્દ્ર મોદી પર વિશ્ર્વાસ મૂક્યો. વર્ષ 2019માં પહેલા કરતાં પણ મોટી બહુમતિ આપીને તેના પર મહોર લગાવી, અને ફરી 2024માં સતત ત્રીજી વખત જનતાએ તેમને ચૂંટીને સ્પષ્ટ કર્યું કે, દેશ માત્ર વાયદા નહીં, પણ કામ જુએ છે. આ જ જન-વિશ્ર્વાસના જોરે આજે એનડીએ ગઠબંધન દેશના 22 રાજ્યોમાં જનતાની સેવા કરી રહ્યું છે.

- Advertisement -

2024માં જીત મળ્યા બાદ સતત ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ વડાપ્રધાને સૌથી પહેલું કામ પીએમ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કર્યું હતું. આ એ વાતનો સીધો પુરાવો છે કે, આ સરકાર માટે ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓની નિસબત સૌથી પહેલા ક્રમે આવે છે.

મોદી સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્રને માત્ર એકસૂત્ર રહેવા દીધું નથી, પરંતુ તેને એક લોકઆંદોલન બનાવી દીધું છે. સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે, દરેક યોજનાનો 100% લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. આનું જ પરિણામ છે કે, વિતેલા વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળી ચૂક્યા છે.

- Advertisement -

ટેકનોલોજી અને ડિજિટલ ગવર્નન્સની મદદથી બેંક ખાતામાં (ઉઇઝ દ્વારા) સીધા પૈસા મોકલીને લાખો નકલી લાભાર્થીઓને હટાવવામાં આવ્યા. જેનાથી સામાન્ય માણસનું કામ સરળ નથી થયું, એટલું જ નહીં પરંતુ દેશના 4.31 લાખ કરોડ રૂપિયા ખોટા લોકો પાસે જતા બચી ગયા છે.

દેશની સરહદો અને આંતરિક સુરક્ષા આજે સંપૂર્ણપણે મજબૂત છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવાં પગલાંએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ નવું ભારત છે, જે ચૂપ નથી બેસતું પરંતુ જડબાતોડ જવાબ આપે છે.

સરકારની મજબૂત ઈચ્છાશક્તિના કારણે દેશ આજે નક્સલવાદથી મુક્ત થયો છે અને એક સમયનો ડાબેરી પ્રભૂત્વ અને ડાબેરી હિંસાથી ગ્રસ્ત ‘રેડ કોરિડોર’ હવે ‘ગ્રીન ગ્રોથ ઝોન’માં બદલાઈ ચૂક્યો છે. પશ્ર્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પણ હવે કટ-મની અને ભ્રષ્ટાચારની રાજનીતિ ખતમ થઈ રહી છે અને ત્યાંના લોકોને તેમનો હકક મળી રહ્યો છે. ટૂંકમાં, મોદી સરકારના વિતેલા 12 વર્ષ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ભારતના સપનાને સાકાર કરી બતાવતો આ પ્રવાસ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જન-ધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતાં ખોલ્યાં, જેમાં 32 કરોડથી વધુ ખાતા માત્ર મહિલાઓનાં છે. કોરોના જેવી મહામારીના મુશ્કેલ સમયથી લઈને અત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન આપવામાં આવી રહ્યું છે.

સારવારના ખર્ચથી ગરીબોને બચાવવા માટે આયુષ્માન ભારત યોજનામાં 60 કરોડથી વધુ હેલ્થ કાર્ડ બન્યા છે. જેનાથી મફત સારવારની ગેરંટી મળી છે. આ સિવાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાથી પણ 58 કરોડથી વધુ લોકોને એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે.

ગરીબોના જીવનને સરળ બનાવવા માટે પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ પરિવારોને પાકાં મકાનો આપવામાં આવ્યા છે. તેમજ ઉજ્જવલા યોજના દ્વારા 11 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપીને ધુમાડાથી મુક્તિ આપવામાં આવી છે અને એ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની પણ કાળજી આપોઆપ લેવાઈ ગઈ છે. ગામડાંઓના વિકાસ માટે જલ જીવન મિશન હેઠળ 16 કરોડથી વધુ ઘરો સુધી નળ દ્વારા ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો વળી, સ્વચ્છ ભારત મિશન હેઠળ 12 કરોડથી વધુ શૌચાલય બનાવીને દેશમાં સ્વચ્છતાની એક નવી ક્રાંતિ લાવવામાં આવી છે.

લારી-ગલ્લાવાળા ભાઈ-બહેનો માટે પીએમ સ્વનિધિ યોજનાથી 74 લાખથી વધુ લોકોને કોઈ પણ મુશ્કેલી વિના લોન મળી છે. મુદ્રા યોજના હેઠળ નાના કામધંધા માટે ગેરંટી વિના 57 કરોડથી વધુ લોન વહેંચવામાં આવી છે. વળી, નાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ વિશ્ર્વકર્મા યોજનાથી 30 લાખ લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે.

આ ઉપરાંત જનજાતીય સમાજના કલ્યાણ માટે 5,000 કરોડનું બજેટ અને ‘ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ માટે 79,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 7 કરોડથી વધુ ખેડૂતોને લગભગ 10 લાખ કરોડનું સસ્તું ધિરાણ આપવામાં આવ્યું છે.

આ લોનની મર્યાદા પણ ર3 લાખથી વધારીને 75 લાખ કરી દેવામાં આવી છે જેથી નાના ખેડૂતોને પણ સરળતાથી મદદ મળી શકે. વળી, દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવાના હેતુથી કર મુક્તિની મર્યાદા બે લાખ હતી તે વધારીને સીધી 12.75 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

દેશની માતાઓ-બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે લખપતિ દીદી યોજનાથી ત્રણ કરોડથી વધુ મહિલાઓને ફાયદો મળ્યો છે. દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ 4.5 કરોડથી વધુ ખાતાં ખોલવામાં આવ્યા છે. દેશની સુરક્ષામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સુરક્ષા દળોમાં મહિલા અધિકારીઓની સંખ્યા 3,000 થી વધારીને સીધી 11,000 કરી દેવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી એક કરોડ ઘરોની છત પર સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે.

સરકારની વર્ષ 2014 થી 2026 સુધીની 12 વર્ષની આ યાત્રા નિરંતર ‘પ્રગતિ પથ પર અગ્રેસર’ રહી છે. ‘સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત’નો જે સંકલ્પ લીધો હતો તે આજે સંપૂર્ણ રૂપે સાકાર થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્પષ્ટ કહેવું છે કે, “વિકાસ આપણા માટે 24 કલાક, સાતેય દિવસ અને 12 મહિના ચાલતું મિશન છે.” આપણી કાર્યસંસ્કૃતિ બદલાઈ ચૂકી છે, હવે “જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ, તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ.” છેલ્લા 12 વર્ષમાં “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ” મંત્રને માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોંક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઈબર અને લાખો કરોડો રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતો જોયો છે.

અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2000માં જે ‘પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના’નો દૂરદર્શી પાયો નાખ્યો હતો. આજે તેણે ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે. એ ગાળાથી લઈને વર્તમાન સમય સુધીમાં ગામડાઓમાં લગભગ 8 લાખ કિલોમીટર પાકા રસ્તા બની ચૂક્યા છે. જેમાંથી લગભગ 4 લાખ કિલોમીટર માત્ર છેલ્લા 12 વર્ષોમાં બન્યા છે. આ રસ્તાઓએ ગરીબ ભાઈ-બહેનોના જીવનમાં વિકાસની એક નવી સવાર લાવી દીધી છે. પહેલાં ગામથી શહેર જવામાં 8-8 કલાક લાગતા હતા ત્યાં આજે એ જ પ્રવાસ માત્ર ત્રણ કલાકમાં પૂરો થઈ જાય છે. હવે ખેડૂતો પોતાની મહેનતનો પાક સરળતાથી મોટા બજારો સુધી પહોંચાડી રહ્યા છે. બાળકો અને ખાસ કરીને દીકરીઓનું સ્કૂલે જવું સુરક્ષિત બન્યું છે. કોઈ કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલ પહોંચવું સુલભ થયું છે. અટલ વાજપાયનો આ સંકલ્પ આજે ગામડાં અને ગરીબોના આર્થિક-સામાજિક સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ બની ચૂક્યો છે. પરિણામે તેઓ પણ દેશના વિકાસની મુખ્યધારા સાથે સીધા જોડાઈ ગયા છે.

ખેતી ક્ષેત્રે સૌથી મોટું પરિવર્તન સિંચાઈના ક્ષેત્રમાં આવ્યું છે. સરકારનું માનવું છે કે, ખેતરો સુધી પાણીની પહોંચ ખેડૂતની સૌથી મોટી જરૂરિયાત છે. વર્ષ 2014 પહેલા દેશમાં સિંચાઈની સુવિધા ખૂબ જ મર્યાદિત હતી અને જળ-ઉપયોગની કાર્યક્ષમતા ખૂબ ઓછી હતી, પણ મોદી સરકારની દૂરંદેશી નીતિઓએ ઐતિહાસિક બદલાવ કર્યો છે.

‘પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના’ અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અભિયાન હેઠળ 2015-’16થી અત્યાર સુધીમાં 109 લાખ હેક્ટરથી વધુ કૃષિ ભૂમિને સૂક્ષ્મ સિંચાઈ (માઈક્રો ઈરિગેશન)નો લાભ મળ્યો છે. પરિણામે પાણીની ભારે બચત થઈ રહી છે અને સાથે ખેડૂતોની પેદાશ અને આવકમાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે. વર્ષ 2014માં દેશમાં કુલ 91,287 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા. આજે આ નેટવર્ક લગભગ 1.46 લાખ કિલોમીટરથી વધુ થઈ ગયું છે. દેશમાં આજે દરરોજ લગભગ 34 કિલોમીટરથી વધુ નવા ધોરીમાર્ગો બની રહ્યા છે. જેની સરેરાશ વર્ષ 2014માં માત્ર 11.6 કિમીપ્રતિ દિવસ હતી.

સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ વિકાસની ધારા પહોંચાડી છે. ચેનાબ બ્રિજ, નવો પંબન બ્રિજ અને અટલ ટનલ જેવી સેંકડો જટિલ અને વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓએ દેશની પ્રગતિને એક નવી અને ઝડપી ગતિ આપી છે. લગભગ 34 કિલોમીટરથી વધુ નવા ધોરીમાર્ગો બની રહ્યા છે, જેની સરેરાશ વર્ષ 2014માં માત્ર 11.6 કિમી પ્રતિદિવસ હતી. સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ વિકાસની ધારા પહોંચાડી છે. ચેનાબ બ્રિજ, નવો પંબન બ્રિજ અને અટલ ટનલ જેવી સેંકડો જટિલ અને વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓએ દેશની પ્રગતિને એક નવી અને ઝડપી ગતિ આપી છે.

2014 સુધી રેલવેનું આધુનિકીકરણ એક સપનું હતું. આજે ભારતીય રેલવેનું લગભગ 99.6% થી વધુ બ્રોડગેજ વિદ્યુતીકરણ પૂરું થઈ ગયું છે. દેશમાં 1337 થી વધુ રેલવે સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ વૈશ્વિક સ્તરના બનાવવામાં આવી રહ્યા છે.

ગત્ 12 વર્ષમાં ભારતીય રેલવેએ વિકાસની જે ગતિ પકડી છે તે અકલ્પનીય છે. પરંપરાગત ટ્રેનો ઉપરાંત છછઝજ અને વંદે ભારત ટ્રેનો દ્વારા દેશમાં વૈશ્ર્વિક સ્તરની મલ્ટી-મોડલ કનેક્ટિવિટીનું નિર્માણ થયું છે જેથી વાહનવ્યવહારનાં દરેક સાધનો એકબીજા સાથે સમાંતરે જોડાઈ શકે. હવે દેશના પ્રત્યેક ભાગમાં 164 થી વધુ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનો સફળતાપૂર્વક દોડી રહી છે. જે ભારતીય રેલવેની નવી, આધુનિક અને સુરક્ષિત ઓળખ બની ગઈ છે.

2014માં માત્ર પાંચ શહેરોમાં 248 કિમી મેટ્રો નેટવર્ક હતું. આજે ભારતના 26થી વધુ શહેરોમાં 1,095 કિલોમીટરથી વધુનું મેટ્રો નેટવર્ક થઈ ગયું છે. જે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી શહેરી પરિવહન સિસ્ટમ છે.

આઝાદીના 67 વર્ષોમાં દેશમાં માત્ર 74 હવાઈ મથકો હતાં. છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારે 90 થી વધુ નવાં હવાઈ મથક બનાવ્યાં છે અને આજે આ સંખ્યા 164ને પાર કરી ગઈ છે. ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલું ઉડ્ડયન બજાર બની ગયું છે. ‘ઉડાન’ યોજનાએ હવાઈ ચપ્પલ પહેરનારા સામાન્ય માણસને પણ હવાઈ મુસાફરીની તક આપી છે.

વીજળી અને ઈન્ટરનેટના મોરચે પણ સરકારે રેકોર્ડ કામ કર્યું છે. સૌભાગ્ય યોજના દ્વારા દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. સાથે જ ભારતનેટ યોજનાથી 2.14 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડીને ગામડાઓને પણ ડિજિટલ ઈન્ડિયા સાથે જોડી દેવામાં આવ્યાં છે.

યુવાનોના ભણતર અને સારવાર માટે છેલ્લા 12 વર્ષમાં 23 નવી એઈમ્સ (અઈંઈંખજ) અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી. પૂર્વોત્તર ભારતના નાગરિકોની વર્ષો જૂની માંગને પૂરી કરતાં આસામમાં પહેલી એઈમ્સ સ્થાપિત કરવામાં આવી

2014 સુધી રેલવેનું આધુનિકીકરણ એક સપનું હતું. આજે ભારતીય રેલવેનું લગભગ 99.6% થી વધુ બ્રોડગેજ વિદ્યુતીકરણ પૂરું થઈ ગયું છે. દેશમાં 1337થી વધુ રેલવે સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ વૈશ્ર્વિકસ્તરના બનાવવામાં આવી રહ્યા છે.

ગત 12 વર્ષમાં ભારતીય રેલવેએ વિકાસની જે ગતિ પકડી છે તે અકલ્પનીય છે. પરંપરાગત ટ્રેનો ઉપરાંત છછઝજ અને વંદે ભારત ટ્રેનો દ્વારા દેશમાં વૈશ્ર્વિકસ્તરની મલ્ટી-મોડલ કનેક્ટિવિટીનું નિર્માણ થયું છે. જેથી વાહનવ્યવહારનાં દરેક સાધનો એકબીજા સાથે સમાંતરે જોડાઈ શકે. હવે દેશના પ્રત્યેક ભાગમાં 164 થી વધુ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનો સફળતાપૂર્વક દોડી રહી છે. જે ભારતીય રેલવેની નવી, આધુનિક અને સુરક્ષિત ઓળખ બની ગઈ છે. 2014માં માત્ર પાંચ શહેરોમાં 248 કિમી મેટ્રો નેટવર્ક હતું. આજે ભારતના 26 થી વધુ શહેરોમાં 1,095 કિલોમીટરથી વધુનું મેટ્રો નેટવર્ક થઈ ગયું છે, જે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી શહેરી પરિવહન સિસ્ટમ છે.

આઝાદીના 67 વર્ષોમાં દેશમાં માત્ર 74 હવાઈ મથકો હતાં. છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારે 90 થી વધુ નવાં હવાઈ મથક બનાવ્યાં છે અને આજે આ સંખ્યા 164 ને પાર કરી ગઈ છે. ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલું ઉડ્ડયન બજાર બની ગયું છે. ’ઉડાન’ યોજનાએ હવાઈ ચપ્પલ પહેરનારા સામાન્ય માણસને પણ હવાઈ મુસાફરીની તક આપી છે.

વીજળી અને ઈન્ટરનેટના મોરચે પણ સરકારે રેકોર્ડ કામ કર્યું છે. સૌભાગ્ય યોજના દ્વારા દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. સાથે જ ભારતનેટ યોજનાથી 2.14 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડીને ગામડાઓને પણ ડિજિટલ ઈન્ડિયા સાથે જોડી દેવામાં આવ્યાં છે.

યુવાનોના ભણતર અને સારવાર માટે છેલ્લા 12 વર્ષમાં 23 નવી એઈમ્સ (અઈંઈંખજ) અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી. પૂર્વોત્તર ભારતના નાગરિકોની વર્ષો જૂની માંગને પૂરી કરતાં આસામમાં પહેલી એઈમ્સ સ્થાપિત કરવામાં આવી છે. બાળકોનાં સ્વાસ્થ્ય માટે મિશન ઈન્દ્રધનુષ હેઠળ 5.4 કરોડથી વધુ બાળકોનું મફત રસીકરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા 12 વર્ષમાં દેશનો વિકાસ તો થયો જ છે, સાથે જ આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય ગૌરવને પણ એક નવી ઓળખ મળી છે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા ‘રાજપથ’નું નામ ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યું અને ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા લગાવવામાં આવી. બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલાં પાંચ મુખ્ય સ્થળોને “પંચતીર્થ” રૂપમાં વિકસિત કરવામાં આવ્યાં. આદિવાસી સમાજના મહાનાયક ભગવાન બિરસા મુંડાની જયંતીને “જનજાતીય ગૌરવ દિવસ” ઘોષિત કરીને એ વીરોને સન્માન આપવામાં આવ્યું જેમને ઇતિહાસમાં ભૂલાવી દેવાયા હતા. નવા ભારતના બુલંદ વિચારોના પ્રતીક તરીકે સરદાર પટેલની ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ અને નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. રેસકોર્સ રોડનું નામ ‘લોક કલ્યાણ માર્ગ’ અને મુઘલ ગાર્ડનનું નામ ‘અમૃત ઉદ્યાન’ કરવામાં આવ્યું. નવી સંસદમાં પવિત્ર ‘સેંગોલ’ને સ્થાપિત કરવામાં આવ્યું.

અંદમાન-નિકોબારના 21 ટાપુઓનાં નામ આપણા પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્યા અને પોર્ટ બ્લેયરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવામાં આવ્યું છે. આપણા વીર શહીદોની યાદમાં બનેલું ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ આજે દરેક ભારતીયને દેશપ્રેમની પ્રેરણા આપી રહ્યું છે.

મોદી સરકારે ‘જનતા કરફ્ય’, ‘થાળી-તાળી અભિયાન’, ‘હર ઘર તિરંગા’ અને ‘એક પેડ મા કે નામ’ જેવી વિવિધ પહેલથી દેશના 140 કરોડ નાગરિકોને એક સૂત્રમાં પરોવી દીધા છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોએ દેશના લોકોમાં સ્વદેશી અને સારા સ્વાસ્થ્ય પ્રત્યે એક નવો વિશ્ર્વાસ જગાડ્યો છે.

ભારતે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને વાસ્તવિક બનાવી છે. આજે દુનિયાના મંચ પર ભારત ’સમાધાન આપનારા દેશ’ તરીકે મજબૂતીથી ઊભું છે. ‘વેક્સિન મૈત્રી’ દ્વારા મુશ્કેલ સમયમાં 99 દેશોમાં કોરોના રસી પહોંચાડીને ભારત દુનિયાનો સૌથી ભરોસાપાત્ર મિત્ર બનીને ઉભર્યો છે.

જી-20ની સફળ અધ્યક્ષતા, 39 નવા દૂતાવાસોનું ખૂલવું અને 70 લાખ કરોડથી વધુનું વિદેશી રોકાણ (ઋઉઈં) આવવું- આ બધું દર્શાવે છે કે, આજે આખી દુનિયાને ભારત પર પૂરો વિશ્ર્વાસ છે. દુનિયાના 38 દેશો સાથે કરવામાં આવેલા નવ મુક્ત વેપાર સમજૂતીઓએ આપણા ખેડૂતો અને ઉદ્યોગો માટે દુનિયાના મોટાં બજારો ખોલી દીધા છે. આપણી સંસ્કૃતિની તાકાત જુઓ કે, આજે 177 દેશો એક સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવે છે.

10 જૂનનો દિવસ ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સીમાચિહ્ન બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પાછળ છોડીને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ‘ચૂંટાયેલા’ વડાપ્રધાન બનવાનું ગૌરવ મેળવ્યું છે.

વડાપ્રધાનને મળેલા 32 આંતરરાષ્ટ્રીય સન્માન અને ‘મોર્નિંગ ક્ધસલ્ટ’ના સર્વેમાં 75% અપ્રુવલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બનવું એ દરેક એક ભારતીય માટે સન્માન અને ગૌરવની વાત છે.

આ પત્રકાર પરિષાદમાં રાજ્યના મંત્રી અને જામનગરના પ્રભારીમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, જીલ્લા અધ્યક્ષ ડો. વીનોદભાઈ ભંડેરી, મોનિકાબેન વ્યાસ મેયર, રંજનબેન જીવાણી, પ્રમુખ, જીલ્લા પંચાયત જામનગર, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દીવ્યેશભાઈ અકબરી, દંડક પ્રવિણાબેન રૂપડીયા જીલ્લા મહામંત્રી કુમારપાલસિંહ રાણા, ભવાનભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ કૌશિકભાઈ રાબડિયા પૂર્વ ઉપપ્રમુખ ડી. ડી. જીવાણી, શહેર ઉપાધ્યક્ષ નિશાંત અંધારા, દયાબેન પરમાર, મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ધવીનર નિકુલદાન ગઢવી, રમેશ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular