જામનગર શહેરના યાદવનગર, ક્રિષ્ના ચોક વિસ્તારમાં રહેતી મહિલા ઉપર ખોટી શંકા-કુશંકા કરી તેણીના પતિએ પાવડા વડે હુમલો કર્યાના બનાવમાં પત્નીને માથામાં ઇજા પહોંચી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં યાદવનગર, ક્રિષ્ના ચોક વિસ્તારમાં રહેતાં પૂજાબેન દિનેશભાઇ કાળુ (ઉ.વ.32) નામની મહિલા શાકભાજી લઇ ઘરે આવતાં ગત્ તા. 12ના રોજ સાંજના સમયે તેણીના પતિ દિનેશ દ્વારા પત્ની પૂજાબેન ઉપર ખોટી શંકા અને વહેમ રાખી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ત્યારબાદ પત્ની ઉપર પાવડા વડે માથામાં, હાથમાં અને શરીરે આડેધડ હુમલો કરતાં ઇજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ પત્નીના નિવેદનના આધારે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


