Tuesday, June 9, 2026
Homeખબર સ્પેશીયલઆવતીકાલે જામનગરમાં ડાયાબીટીસ અને આંખો પર થતી અસરો અંગે સેમીનાર - VIDEO

આવતીકાલે જામનગરમાં ડાયાબીટીસ અને આંખો પર થતી અસરો અંગે સેમીનાર – VIDEO

રેટિના સંબંધિત ગંભીર સમસ્યાઓ અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન, નિ:શુલ્ક પ્રવેશ સાથે જનજાગૃતિ અભિયાન : ‘ખબર ગુજરાત’ મિડીયા પાર્ટનર તરીકે જોડાશે

જામનગરમાં આવતીકાલે સાંજે 4 થી 6 દરમિયાન ધનવંતરી હોલ ખાતે આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયાબીટીસથી આંખને થતી ગંભીર અસરો અંગે સેમીનાર યોજાશે આ સેમીનારમાં ડો. ભાવેશ પટેલના પુત્ર અને આંખના રોગના નિષ્ણાંત ડો. જીત રેટીના સંબંધીત ગંભીર સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપશે.

- Advertisement -

જામનગર શહેરમાં આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન આવતીકાલ તા. 10 જૂનના આયોજીત કાર્યક્રમમાં શહેરના જાણીતા તબિબ ડો.ભાવેશ પટેલના પુત્ર અને આંખના રોગોના નિષ્ણાત ડો. જીત ભાવેશ પટેલ દ્વારા ડાયાબિટીસ અને તેની આંખો પર થતી ગંભીર અસરો અંગે વિશેષ સેમીનાર યોજાશે.

જામનગરની જાણીતી અર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આઈ કેર હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમીનારમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ સંયુક્ત સહયોગી તરીકે જોડાશે. ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી ઈંઝછઅ તેમજ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સંસ્થા પણ સહભાગી બનશે. કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે ખબર ગુજરાત જોડાયું છે.

- Advertisement -

તબીબોના જણાવ્યા મુજબ ડાયાબિટીસનું પ્રમાણ વધતા આંખના રેટિના પર અસર થવાની શક્યતા વધી જાય છે. આંખના પડદામાં લોહી ઉતરવું, નજર સામે કાળા ધાબા દેખાવા, દ્રષ્ટિ ધૂંધળી થવી જેવી સમસ્યાઓ ડાયાબિટિક રેટિનોપથીના લક્ષણો હોઈ શકે છે. સમયસર સારવાર અને યોગ્ય કાળજી ન લેવામાં આવે તો દર્દીને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

- Advertisement -

આ ગંભીર વિષય અંગે લોકોને જાગૃત કરવા માટે આયોજિત આ વિશેષ સેમીનારમાં ડાયાબિટીસ નિષ્ણાતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ રેટિના અને આંખોની સુરક્ષા અંગે ડો. જીત પટેલ વિશેષ માહિતી આપશે. આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે. જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોના લોકો સુધી આરોગ્ય અંગે યોગ્ય માર્ગદર્શન પહોંચે તે માટે પાંચ સંસ્થાઓ એકસાથે જોડાઈ આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે.

લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના સક્રિય સભ્ય અમરજીતસિંહ દ્વારા શહેરના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી સેમીનારનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular