Thursday, June 4, 2026
Homeરાજ્યજામનગરસોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં આજે પાણીકાપ - VIDEO

સોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં આજે પાણીકાપ – VIDEO

સોલેરીયમ ઇએસઆર ખાતે ફલોમીટર અને જી.જી. હોસ્પિટલ પાસે પાઇપ લાઇનનું રીપેરીંગ હાથ ધરાયું

પાઇપલાઇન લીકેજ અને રીપેરીંગ કામગીરીને લઇ જામનગર શહેરના સોલેરિયમ ઝોન હેઠળના વિસ્તારોમાં આજે પાણીકાપ રહેશે.

- Advertisement -

સોલેરીયમ ઈ.એસ.આર.ખાતે સ્કાડા સીસ્ટમ અન્વયે ફલોમીટરની કામગીરી તથા પી.એન.માર્ગ 52 આવેલ ગુરૂગોવીંદસિંઘ હોસ્પીટલ પાસે આવેલ 600 એમ.એમ.ડાયાની મુખ્ય પાઈપ લાઈન લીકેજ રીપેરીંગનુ કામ કરવાનુ હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસા.,પટેલ કોલોની 1 થી 12 મંગલબાગ 1 થી 4, આહીર બોર્ડીંગ પુનાતર હોસ્પિટલવાળો વિસ્તાર, વાલ્કેશ્ર્વરીનગરી, સ્વસ્તિક સોસા., પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગ2 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્ર્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની 1 થી 8 રોડ નં.4, પટેલવાડી વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બંધ રહેલ વિસ્તારમાં પાણી વિતરણ તા. 05ના કરવામાં આવશે. જેની જાહે2 જનતાએ નોંધ લેવા જામ્યુકો વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular