Monday, June 1, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોના નવનિયુકત પદાધિકારીઓ દ્વારા સંતો-મહંતોના આશિર્વાદ - VIDEO

જામ્યુકોના નવનિયુકત પદાધિકારીઓ દ્વારા સંતો-મહંતોના આશિર્વાદ – VIDEO

શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત

જામનગર મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના સંગઠનના હોદેદારોએ જામનગરના સંતો, મહંતોના આશિર્વાદ મેળવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ તાજેતરમાં મેયર સહિતના પદાધિકારીઓની આગામી અઢી વર્ષ માટે નિયુકતી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શાસકપક્ષના નેતા અમર મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઇ ઠુમ્મર સહિતના દ્વારા જામનગર આણદાબાવા આશ્રમના મહંત પ.પૂ.દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મહંત પ.પૂ. કૃષ્ણમણી મહારાજ, જામનગર મોટી હવેલીના પ.પૂ. વલ્લભરાય મહોદય, બેડી ગેઇટ સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજજી મહારાજ તેમજ કબીર આશ્રમ સહિતના ધાર્મિક સ્થળોએ મુલાકાત લઇ સંતો-મહંતોના આશિર્વાદ મેળવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular