જામનગર શહેર અને જિલ્લાના નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતાં શખ્સો સામે નોંધાયેલા ગુનાઓ સંદર્ભે જોડિયાના શખ્સની એસઓજી દ્વારા ધરડપકડ કરી વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નાર્કોટિક્સના પદાર્થના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી ડામવા માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ એસઓજી પીઆઇ વી. બી. ચૌધરી, પીએઅસાઇ એલ. એમ. જેર, એ.વી. ખેર તથા સ્ટાફ દ્વારા જોડિયાના અનિરૂદ્ધસિંહ ઉમેશસિંહ જાડેજા નામના શખ્સ વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળની દરખાસ્ત ગુજરાત પોલીસ અધિક્ષક સમક્ષ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા એસઓજીની ટીમએ અનિરૂદ્ધસિંહની ધરપકડ કરી વડોદરા જેલહવાલે કરવામાં આવ્યો હતો.


