Friday, May 29, 2026
Homeરાજ્યજામનગરદારૂનો વીડિયો બનાવનાર વિરૂધ્ધ ખોટી પોલીસ ફરિયાદ સંદર્ભે આવેદનપત્ર - VIDEO

દારૂનો વીડિયો બનાવનાર વિરૂધ્ધ ખોટી પોલીસ ફરિયાદ સંદર્ભે આવેદનપત્ર – VIDEO

- Advertisement -

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં દારૂ ભરેલી કાર દીવાલ સાથે અથડાયા બાદ ચાલક નાશી ગયો હતો. બાદમાં દેવરાજ ગોહિલ અને ગ્રામજનો દ્વારા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વાયરલ વિડિયો બાદ પોલીસ દ્વારા દેવરાજ ગોહિલ સામે લૂંટ અને પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ નોંધી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દેવરાજ ગોહિલ વિરૂદ્ધની કાર્યવાહી મામલે આજે ખીમરાણા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર પી. બી. પંડયાને આવેદનપત્ર પાઠવી દેવરાજ ગોહિલ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિડિયો બનાવવામાં આવ્યો છે તેમજ ગામમાં અવારનવાર દારૂ ભરેલી ગાડીઓ પસાર થતી હોય છે અને આ હેરાફેરી સમયે વાહનો પુરપાટ ચલાવતા હોય છે. જેથી અવારનવાર અકસ્માતો કરીને ગામમાં ભયનું વાતાવરણ ફેલાતું હોય છે. દેવરાજ ગોહિલ દ્વારા આ વિડિયો ફક્ત વાયરલ કરવામાં આવ્યો હતો. કોઇ પોલીસની ફરજમાં રૂકાવટ કરેલ નથી કે કો પોલીસકર્મીને ઇજા પહોંચાડી ન હતી. પરંતુ પોલીસને સાથ સહકાર આપ્યો હતો.

ખીમરાણાના સમસ્ત ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે દેવરાજ ગોહિલ દ્વારા દારૂની લૂટ કરવામાં આવી નથી કે પોલીસની ફરજમાં રૂકાવટ પણ કરી ન હતી. માત્ર દારૂનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. જેથી દેવરાજ ગોહિલ વિરૂદ્ધની ખોટી ફરિયાદ રદ્ કરી તટસ્થ અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular