જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતી પરીણિતા તેણીના ભાઇના ઘરે આંટો દેવા જવાનું કહી ચાલ્યા ગયા બાદ લાપત્તા થઇ હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં રહેતી સનીલાલ ઉર્ફે સુમી રવિ ડાભી (ઉ.વ.28) નામની મજૂરીકામ કરતી મહિલા ગત્ તા. 13ના રોજ બપોરના સમયે તેણીના સાસરેથી તેના ભાઇના ઘરે આંટો દેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરીણિતા પરત ઘરે આવી ન હતી. ત્યારબાદ પતિ રવિ દ્વારા પત્નીની શોધખોળ માટે તેના માવતર સહિતના અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તેમ છતાં પત્નીનો કયાંય પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે જામજોધપુર પોલીસે લાપત્તા થયેલી પરીણિતાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


