જામનગર જીલ્લા પોલીસે આગામી તા.28 મે ના રોજ બકરી ઈદ પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે સઘન તૈયારીઓ કરી છે. આ અંતર્ગત શહેરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચનાથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ વી.આર.ગામેતી, પીએસઆઇ ડી.જી.રામાનુજ, પીએસઆઇ એમ. એન. રાઠોડ તથા પીએસઆઇ વી. આર. જોરિયા સહિત સ્ટાફ સ્ટાફે શહેરના સંવેદનશીલ દરબારગઢ નાકા બહાર પાંચહાટડી, મટન માર્કેટ, ગુજરાતીવાડ, પટણીવાડ, ભોયવાડો અને વાઘેરવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. આ ફૂટ પેટ્રોલિંગનો હેતુ સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો.
જામનગર પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બકરી ઇદના પર્વ દરમ્યાન શહેરમાં સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચનાથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ વી.આર.ગામેતી, પીએસઆઇ ડી.જી.રામાનુજ, પીએસઆઇ એમ.એન.રાઠોડ તથા પીએસઆઇ વી.આર.જોરિયા સહિત સ્ટાફ સ્ટાફે શહેરના સંવેદનશીલ દરબારગઢ નાકા બહાર પાંચહાટડી, મટન માર્કેટ, ગુજરાતીવાડ, પટણીવાડ, ભોયવાડો અને વાઘેરવાડા વિસ્તાર ની મુલાકાત લીધી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. આ ફૂટ પેટ્રોલિંગનો હેતુ સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો.
View this post on Instagram
જામનગર પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બકરી ઇદના પર્વ દરમ્યાન શહેરમાં સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે.


