જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં ભેજ બાબતે રજૂઆત કરવા ગયેલા પિતા-પુત્રને લાકડાના ધોકા અને લોખંડની ચોકી વડે માર મારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરની કામદાર કોલોની, શેરી નંબર આઠમાં આવેલા મયૂરસાગર એપાર્ટમેન્ટના રૂમ નંબર 203માં રહેતાં માધવજીભાઇ નારણભાઇ ચાવડા (ઉ.વ.51) નામના પ્રૌઢના ઘરે ધવલ કનખરા, અજય ગજરા સહિતના ત્રણ શખ્સો ભેજ બાબતે રજૂઆત કરવા આવી માધવજીભાઇ તથા તેના પિતા ઉપર લાકડાંના પાટિયા, ધોકા અને લોખંડની ચોકી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ નારણભાઇને મુંઢ માર માર્યો હતો. તથા માધવજીભાઇ અને તેની પત્નીને જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


