Thursday, July 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મોરકંડા રોડ ઉપરથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગરમાં મોરકંડા રોડ ઉપરથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરના મોરકંડા રોડ ઉપરથી પસાર થતાં બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે દારૂના ચપટા અને મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકર ટેકરીમાં બાઇકની તલાશી લેતાં તેમાંથી ચાર બોટલ દારૂ મળી આવતાં શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં મોરકંડા રોડ ઉપર આવેલા ક્વાર્ટર્સ બહારથી પસાર થતાં ફૈઝલ અબ્દુલ ખીરા (ઉ.વ.21) અને મો.હુસેન મુસ્તફા સંધી (ઉ.વ.21) નામના બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે તલાશી લેતાં તેમની પાસેથી રૂા. 800ની કિંમતના આઠ નંગ ઇંગ્લીશ દારૂના ચપલા અને રૂા. 11 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી રૂા. 11,800નો મુદ્ામાલ કબ્જે કરી, ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના શંકર ટેકરી, વલ્લભનગર વિસ્તારમાં બાઇકમાં દારૂ હોવાની જાણના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ રેઇડ કરવા ગયો ત્યારે શખ્સ પોલીસને જોઇ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે જીજે10 ડીપી 0387 નંબરના એક્સેસની તલાશી લેતાં તેમાંથી રૂા. 4 હજારની કિંમતની 4 બોટલ દારૂ મળી આવતાં પોલીસે એક્સેસ અને દારૂ મળી કુલ રૂા. 34,000નો મુદ્ામાલ કબ્જે કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular